Friday 29 May 2015

સરકાર દ્વારા પગાર ફિક્ષ કરીને કર્મચારીઓ નુ થતું શોષણ


જયારે આખા ભારતમા રાજ્ય સરકાર ઉમેદવારની લાયકાત પ્રમાણે પગાર આપે છે ત્યારે આપણી ગુજરાત સરકાર ને ફિક્ષ પગાર કરવાની શું જરૂર છે?જો આજ પગાર મળવાનો હોઈ તો માણસ સરકારી નોકરી શું કામ કરે?અને સરકારી મા જોડાવું હોઈ તો તેમને તેમના રાજ્ય માંથી બહાર જવું પડે .એક બાજુ અમેરિકા જઈને સરકાર NRI ને પાછા બોલાવે દેશમા અને બીજું બાજુ રાજ્ય કે દેશ છોડીને જવું પડે એવી પરીસ્થીતી ઉભી કરે! ફિક્ષ પગાર મા સામાન્ય માણસ ઘર કેમ ચાલશે આ કોણ વિચારશે ? પછી આવો ઉમેદવાર ભ્રષ્ટાચાર જ કરે ને! કાર્ય સંતોષ ઔછા પૈસા ને લીધે ના હોવાથી કામ મા ૧૦૦% ધ્યાન ના આપે. ૫ વરસ જેમ તેમ ઘર ચલાવા માટે હવાતિયા મારી અને પછી બીઝનેસ સેટ કરે અને નોકરી સાઈડ મા કરે.હવે આમા પાછું આપણું બધાનું નુકસાન.સરકાર આપના પૈસા બેફામ વાપરે ,વિદેશ પ્રવાસ કરે અને અપણે બાળકો ની ફી ભરવાના પણ સાંસા હોઈ! અરે ઓ ભગવાન હવે અમને પણ અચ્છે દિન દેખાડ!

Wednesday 27 May 2015

આ સરકારી ભરતી છે કે ભીખ?

ગ્રંથપાલ ની સરકારી અને અનુદાનિત કોલેજો મા  ભરતી છેલ્લા બે દાયકા થી એક તો થય નથી અને વળી પાછી આ ભરતી આટલે વરસે આવી એમાં પણ ૩૬ જગ્યાઓં માટે .કોલેજ ગ્રંથપાલ માટે લાયકાત છે નેટ/સ્લેટ અથવા પીએચડી. આપણી વિકાસમા માનતી સરકારે લાયકાત તો આજ માંગી પણ પગાર રાખ્યો ૧૩૭૦૦ અને વર્ગ -૩ મા કરી રહી છે.કોઈ પ્રકારના અનુભવ કે સંશોધનને મહત્વ નથી આપ્યું.આટલુ ઓછું હોઈ એમ પરીક્ષા લેવાના છે જેમાં ૬૦% પરીક્ષાના અને ૪૦% મેરીટ ના.આ ઉપરાંત પરીક્ષાના સિલેબસ અને પૂછાનાર પ્રશ્નો વિષે વિષમતા છે.પરીક્ષાની ભાષા વિષે કોઈ સ્પષ્ટતા નથી.પેપર સ્ટાઈલ નથી. નેટ/સ્લેટ પરીક્ષા અને પીએચડી ની લાયકાત નુ શું મહત્વ છે?શું આ પોતાના સગા -વહાલોને નોકરી મા બેસાડી દેવા માટે કરવામાં આવેલું કારસ્તાન નથી લાગતું? અંધેરી નગરી ગંડુ રાજા ,ટકે શેર ભાજી ટકે શેર ખાજા.આ ભરતી કહી શકાય કે ભીખ?જો આ અન્યાયી નીતિ ચાલુ રાખવામાં આવશે તો આખા રાજ્યના ગ્રંથપાલો ભેગા થય ને લડત આપશે.

ગ્રંથપાલ મિત્રો ને અનુરોધ કે પોતાના શહેર ના છાપામાં આ પ્રેસનોટ છપાય એવું કરવું.

Sunday 11 January 2015

વિવેકાનંદ જયંતી નીમીતે ભારત દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લઇએ.

આજે વિવેકાનંદજી ની જન્મજયંતી નિમિતે તેમને શત શત વંદન.આપની જેમ માનવ તરીકે જન્મ ધારણ કરેલ વ્યક્તિ કેવી રીતે મહામાનવ બને છે એ દર્શાવા માટે તેમના જન્મ થી લઇ ને દેહાંત સુધીના પ્રસંગો ટાંકું છું. ઈ.સ.૧૮૬૩ મા ૧૨ મી જાન્યુઆરીના મકરસંક્રાતિના રોજ તેઓનો જન્મ કોલકાતામાં થયો.તેમના પિતા મોટા વકીલ અને માતા શિવજી ના પરમ ભક્ત હતા અને ભગવાન પાસે હમેશા દીકરો માંગતા.બાળપણ મા તેમનું નામ વિરેશ્વર રાખવામાં આવ્યું હતું પણ જ્યોતિષ પાસે જોવારાવીને નરેન્દ્રનાથ રાખવામાં આવ્યું . ટુકું ના બિલે હતું .બિલે ખુબ તોફાની હતા.મોટા થતા ગયા તેમ તેમ માતા પાસે થી પુરાણો ની કથા ધ્યાન પૂર્વક સાંભળતા.માતાએ તેમને શિખામણ મા કહ્યું હતું કે આજીવન પવિત્ર રહેજે,અને બીજા ની મર્યાદા નુ ઉલ્લઘન ના કરીશ,ખુબ શાંત રહેજે ,પરંતુ જરૂર પડ્યે હૃદયથી કઠણ થજે.દાન ધર્માદો કરવામાં તેમના પિતા ખુબ ઉદાર હતા.નરેન્દ્ર પણ પોતાને જે હાથે લાગે એ ગરીબોને આપી દેતા.નાનપણ થી ધ્યાન અને રાજદરબાર નામની રમત તેમની પ્રિય રમતો હતી.એકવાર તો ધ્યાન ની રમત મા સાપ આવી ગયો ત્યારે બધા મિત્રો ભાગી ગયા પણ નરેન્દ્ર ધ્યાનસ્થ જ રહ્યા.નરેન્દ્ર નાનપણથી જ સત્યવાદી હતા.ઈશ્વરને જોવાની તાલાવેલી લાગેલી હતી.તેઓ ના અભ્યાસખંડમા ક્યારેક આખી રાત ધ્યાન મા બેસી જતા.આગળ જતા તેમેને શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે મુલાકાત થય.આ મુલાકાત ગુરુ શિષ્ય મા પરિણમી.ઈ.સ.૧૮૮૬ મા ૧૬ મી ઓગસ્ટના રોજ શ્રી રામકૃષ્ણ કાલધર્મ પામ્યા.ત્યાર થી નરેન્દ્રની સંસ્યાસ જીવનની શરૂઆત થય.તેઓએ બીજા શિષ્યો સાથે કઠીન જીવનની શરૂઆત કરી.તેઓ હમેશા વિચારતા કે ભારત નુ કલ્યાણ શી રીતે કરવું,લોકોના દુખ અને ગરીબાઈ કેવી રીતે દુર કરવી?તેઓ એ ભારત ભ્રમણ કરવાનો વિચાર કર્યો.એક જોડી કપડા ,કમંડળ,થોડા પુસ્તકો અને દંડ આટલી વસ્તુઓ જ તેમને રાખી.એકલા પગપાળા પ્રવાસ કરતા,જ્યાં જગ્યા મલે ત્યાં સુઈ જતા.ભિક્ષામાં કઈ મળે તે ખાઈ લેતા અને ના મળે તો ભૂખ્યા સુઈ જતા.રસ્તામાં ખુબ કઠીન અનુભવો થયા પણ તેઓ અટક્યા નહી .ભારત ના વસ્ત્રો વગર ના અને ભૂખ્યા લોકો જોઇને તેમનું હૃદય દ્રવી ગયું. તેઓ જયારે ગુજરાત મા આવ્યા ત્યારે લીમડી ના રાજાએ તેમને શિકાગો ની ધર્મપરિષદ વિષે જણાવ્યું હતું અને આગ્રહ પણ કર્યો હતો કે તેઓએ જવું જોઈએ.પણ ગુરુની આજ્ઞા વિના કેમ જવું.ત્યારે ધ્યાનમા સમુદ્ર કિનારે બેઠા હતા ત્યારે ગુરુએ તેમને વિદેશ જવાનો. આદેશ આપ્યો.મુંબઈ થી સ્ટીમર જાપાન થય ને કેનેડા ના વાનકુંવર બંદરે પહોંચ્યા.ત્યાંથી રેલગાડીમાં તેઓ શિકાગો પહોંચ્યા.ત્યાં જઈને જાણવા મળ્યું કે ધર્મ સભા બે મહિના પછી થશે.એટલે ત્યાંથી બીજે ગામ ગયા.ફરી શિકાગો આવ્યા ત્યારે રેહવાની જગ્યા ના મળવાને લીધે રેલ્વે સ્ટેશન પર લાકડાના ડબ્બામાં કડકડતી ઠંડી મા રાત કાઢી..ત્યારબાદ એક સન્નારીએ તેમને રેહવા જમવાની વ્યવસ્થા કરી આપી.૧૧ મી સપ્ટેંમ્બેર ,૧૮૯૩ ના રોજ શિકાગોના કોલામ્બસ હોલ મા યોજાયેલ ધર્મસભામાં તેઓ ભારત નુ પ્રતિનિધિત્વ કર્યું .ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે તેમજ દરેક ધર્મો એ ક જ છે એ જણાવ્યું.ઇસ્ટર્ન દેશોને મહાન ભારત નુ દર્શન કરાવ્યું.તેઓ વિદેશ મા સતત વિચાર કરતા કે અહી કેટલી સુખ -સુવિધા અને મારા દેશ ના લોકો મુઠી અનાજ માટે પણ તડપે છે.તેઓ સતત જનમાનસ મા બદલાવ આવે તેના માટે પ્રયત્ન કરતારહ્યા.ત્યાર બાદ નુ શેષ જીવન ગરીબો,રોગીઓ ની સેવા મા વ્યતીત કર્યું.તેઓએ ૪ જુલાઈ,૧૯૦૨ ના રોજ સાંજના મા શારદા દેવી ના ખોળામાં ચીર નિદ્રામાં પોઢી ગયા.૩૯ વર્ષ,૫ માસ અને ૨૪ દિવસ બાદ તેમને તેમની લીલા સંકેલી લીધી.ધરતી માતા ના નીડર ,પવિત્ર,સત્યવાદી ,સ્વમાની અને વિરપુત્ર ને મારી ભાવાંજલિ.તેઓ એ કહ્યું હતું કે ભારત માતા ની સેવા માટે હું હજારો જન્મ ધારણ કરવા તૈયાર છું.આજના યુગ મા સ્વામી વિવેકાનાનંદ ના વિચારો પ્રસ્તુત છે.તેમને ભારત મા ની સેવા ની ઈચ્છા વ્યક્ત કરી એ બધા સંતાનો એ કરવી જોઈએ.ભારત ને વિશ્વકક્ષા એ આગળ લયાવા માટે નીડરતા ,પ્રમાણિકતા,તનતોડ મેહનત,આત્મ શ્રધા ,એવા કેટલાય ગુનો જે વિવેકાનંદ મા હતા એ જાણવા તેમને વાંચવા જોઈએ.પણ આજના દિવસે એક પ્રતિજ્ઞા તો લઇ સકાય કે હું હમેશા ભારત નુ કલ્યાણ થશે એવા જ કર્યો કરીશ અને આ કામ કરવાંમા જે કઈ સંકટ આવશે એનો દ્રઢતાથી સામનો કરીશ.મરવાનું તો એક દિવસ બધા એ છે પણ એવી રીતે મરીશ કે મારી માતા અને ભારત માતા મારા પર ગર્વ લઇ શકે.મારા નાનાકડા ફાયદા માટે દેશનું ક્યારેય અહિત નહી કરું.આપાને કેટલા નસીબદાર છીએ કે આપના પૂર્વજોએ આપણને વિશ્વમાં સૌથી મોટા ગણતંત્ર ભારત ની ભેટ ધરી છે.સહુ એ ક જ પિતા ના સંતાનો છીએ.નાત,જાત ,જાતિ અને ધર્મ આ બધા થી ઉપર ઉઠી દેશવાસીઓનુ કલ્યાણ કરવાનું વિચારીએ.જય ભારત.